VIDEO : અમિત શાહે મોકલાવેલી રાશનકીટો વિતરણ કરવા ગયેલા ભાજપ નેતાઓનો બાવળામાં વિરોધ
બાળવા ખાતે ભાજપના મીડિયા સેલના સહ કન્વીનર સહિત ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક સોસાય

બાળવા ખાતે ભાજપના મીડિયા સેલના સહ કન્વીનર સહિત ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે વરસાદ બાદ કેટલાય દિવસોથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે કોઈ હાલ પૂછવા માટે ન આવ્યું અને હવે રાશનકીટનું વિતરણ કરવા આવે છે..અચાનક સાંસદ અમિત શાહ દ્વારા રાશનકીટ પાણી ભરાયેલા વિસ્તારમાં મદદ માટે મોકલવામાં આવી હતી. આ રાશનકીટ બાવળાના સ્થાનિક કોર્પોરેટરો પાણી ભરેલા વિસ્તારમાં વહેંચવા ગયા હતા, ત્યાં જ લોકોએ તેમને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે આ વિસ્તાર સાંસદ અમિત શાહની ગાંધીનગર લોકસભામાં આવે છે એવામાં સોસાયટીમાં પાણી ભરાઈ જવાને કારણે રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જુઓ વીડિયો -




