મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા શિક્ષણમંત્રીને સ્થાનિકે દૂરથી રામ રામ કહી દીધા

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપે મંત્રી

VIDEO : વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા શિક્ષણમંત્રીને સ્થાનિકે દૂરથી રામ રામ કહી દીધા

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપે મંત્રી સહિત નેતાઓની ફોજ ઉતારી દીધી છે. પણ લોકોમાં સરકાર અને ભાજપ સામે રોષ છે. ભાજપના નેતાઓ લોકોની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે તિરસ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેર ડીંડોર સાથે આવું બન્યું છે. 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અનાજ કિટ વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર જાય એ પૂર્વે દંડક બાલકૃષ્ણ શુક્લ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જ્યાં બાજુમાં રહેલી સોસાયટીના રહીશોએ આવીને વિરોધ નોંધાયો હતો. જ્યારે સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કિટ વિતરણ કરવા ગયા હતા ત્યાં એક રહીશે આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો. લોકોની વચ્ચે જ મંત્રીને નીચું જોઈને ચાલતી પકડવી પડી હતી. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો