VIDEO: મોટેરા ગામમાં પ્રાથમિક સુવિધા ન અપાતાં સ્થાનિકોમાં રોષ, બેનરો લગાવી મતદાન ન કરવા ઉચ્ચારી ચિમકી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ મોટેરા ગામમાં મતદારોની ભારે નારાજગી સામે આ


અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ મોટેરા ગામમાં મતદારોની ભારે નારાજગી સામે આવી છે. ત્રિલોક ગ્લોરી, સેતુ એમરલેન્ડ અને સરલ હાઈટ્સ જેવી સોસાયટીઓમાં "મૂળભૂત માંગણીનો ઉકેલ નહીં તો મતદાન નહીં" ના બેનરો લાગ્યા છે. સ્થાનિકો રોડ, પાણી અને ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશમાં છે. પોસ્ટરો લાગતા જ મ્યુનિસિપલ તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો દોડતા થયા છે. નારાજ રહીશોને મળીને ખાતરી આપવામાં આવી છે કે આગામી 15 દિવસમાં તમામ પડતર કામગીરી પૂર્ણ કરવામાં આવશે.




