મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 370 લોકોનું લિસ્ટ તૈયાર, 95ને રાઉન્ડ અપ કરાયા

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે, અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાઓ સામે

સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 370 લોકોનું લિસ્ટ તૈયાર, 95ને રાઉન્ડ અપ કરાયા

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે, અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાઓ સામે આવતા રાજ્યભરની પોલીસ આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. એવામાં સુરેન્દ્રનગરના લીંબડી ડિવિઝનમાં અસામાજીક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 95 ગુનેગારોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. 

લીંબડી ડિવિઝનમાં 370 જેટલા અસામાજિક તત્વોની યાદી ત્યાર કરવામાં આવી છે. જેને પગલે પ્રાથમિક તબક્કામાં DYSP, SOG વિભાગ સહિતના અધિકારીઓ તપાસમાં જોડાઈ 95 ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. સામાન્ય વ્યક્તિઓને હેરાન કરતા તત્વો સામે પોલીસે કડક પગલાં ભર્યા છે. અસામાજીક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 95 આરોપીઓને રાઉન્ડઅપ કરી કેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે કે નહીં તેની વિગતો પોલીસે મેળવી હતી તેમજ તેમના દ્વારા આ પ્રકારના આરોપીઓને શોધવામાં પોલીસને મદદ મળે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તજવીજ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો