મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: રામોલમાં આંગણવાડીમાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં વિદ્યાના ધામમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. રામરાજ્યનગરમાં આવેલ આં

અમદાવાદ: રામોલમાં આંગણવાડીમાંથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં વિદ્યાના ધામમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. રામરાજ્યનગરમાં આવેલ આંગવાડી કેન્દ્રના ખુલ્લા મેદાનમાં ટેબલની નીચેથી ઈંગ્લીશ દારુની 264 બોટલો તથા બીયરના 144 ટીન બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. હાલ રામોલ પોલીસે ફરાર સાગર ઉફે સુટર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

વિદેશી દારુની 264 બોટલો અને બીયરના 144 ટીન મળી આવ્યા 

રામોલમાં આવેલા રામરાજ્યનગર પાસે આવેલી આંગણવાડી કેન્દ્રમાં દારુનો જથ્થો સંતાડેલો છે તે મુજબની બાતમી રામોલ પોલીસને મળતાની સાથે જ આંગણવાડીમાં તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ખુલ્લા મેદાનમાં ટેબલની ઉપર તાડપત્રી નીચે વિદેશી દારુની 264 બોટલો અને બીયરના 144 ટીન મળી આવ્યા હતા.  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારુ તથા બીયરનો જથ્થો રામોલના લક્ષ્મીનગર સુરેલીયા રોડ પાસે રહેતો સાગર ઉર્ફે સુટર ટેપણનો હોવાનો સામે આવ્યું છે.  

પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ માટેની કવાયત હાથ ધરી

ઈંગ્લીશ દારુ તથા બીયરના જથ્થા સાથે કુલ રૂ. ૫૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને સાગર ઉર્ફે સુટર ટેપણ નામના બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો