મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: દિવાસા ગામે સિંહણનું અકસ્માતે કેનાલમાં ડૂબી જવાથી મોત

ગુજરાતના જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલ દિવાસા ગામે એક સિંહણનું કેનાલમાં ડુબી જ

Junagadh news: દિવાસા ગામે સિંહણનું અકસ્માતે  કેનાલમાં ડૂબી જવાથી મોત

ગુજરાતના  જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલ દિવાસા ગામે એક સિંહણનું કેનાલમાં ડુબી જવાથી મોત થયું છે. મળતા અહેવાલ પ્રમાણે  સવારે લગભગ પાંચ વાગ્યે આ સિંહણ દિવાસા ગામના એક રહેણાંક મકાનના ડેલામાં ઘુસી ગઈ હતી.

સિંહણ ગામની નજીકથી પસાર થતી વખતે અકસ્માતે કેનાલમાં પડી ગઈ

સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ  સિંહણ ગામની નજીકથી પસાર થતી વખતે અકસ્માતે કેનાલમાં પડી ગઈ હતી. તેના પગ ઘાસમાં ફસાઈ જતા તે બહાર આવી શકી નહોતી અને ડુબી જવાથી તેનું મોત થયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. વન વિભાગની ટીમ તુંરત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ સિંહણનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. 

આ સમાચાર શેર કરો