મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Navsariના નાની વાલઝરમાં દીપડાએ દીધી દેખા, મકાનના ઓટલા જોવા મળતાં ભયનો માહોલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાનીવાલઝર ગામે દીપડો દેખાવાની દહેશતજનક ઘટના સામે આવી છે. ગઈ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાનીવાલઝર ગામે દીપડો દેખાવાની દહેશતજનક ઘટના સામે આવી છે. ગઈ કાલે મધરાતે લગભગ ૧૨:૧૫ વાગ્યાના અરસામાં એક રહેણાંક મકાનના ઓટલા પર દીપડો ફરતો જોવા મળ્યો. આ સમગ્ર દૃશ્ય ઘરના બાહ્ય ભાગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયું છે.દીપડો રહેતો વિસ્તાર સુધી આવી પહોંચતા ગામલોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. માનવામાં આવે છે કે દીપડો ખોરાકની શોધમાં વસવાટ કરેલા વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. ઘટનાની જાણકારી તરત વાંસદા વનવિભાગને આપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોને સાવચેતી અપાઈ છે કે તેઓ રાત્રિના સમયે ઘરના બહાર ન નીકરે અને બાળકોને પણ સંભાળે.

આ સમાચાર શેર કરો