મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Amreli: અડધી રાત્રે ઘરમાં દીપડો ઘૂસતા અફરાતફરી: દોઢ કલાકની જહેમત બાદ વનવિભાગે પાંજરે પૂર્યો

અમરેલીના ખાંભાની નાની ધારી ગામે રહેણાંક મકાનમાં ઘુસેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો થયો છે. રાતના

અમરેલીના ખાંભાની નાની ધારી ગામે રહેણાંક મકાનમાં ઘુસેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો થયો છે. રાતના સમયે એક દીપડો પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં ઘુસી ગયો હતો. જેને લઈને પરિવારજનો, પાડોશીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. પરંતુ મકાન માલિકે સમય સુચકતા દાખવી ઘરના રૂમનો દરવાજો બંધ કરી દીપડાને ઓરડીમાં જ જ પુરી દીધો, જે બાદ વનવિભાગને જાણ કરી. વનવિભાગની ટીમ પાંજરુ લઈને આવી પહોંચી. અને દોઢ કલાકની જહેમત બાદ દીપડો પાંજરે કરી દીધો.

આ સમાચાર શેર કરો