સુરતમાં જીવનને આનંદી અને સુખમય બનાવવાની કળા શીખવાશો, 12 વક્તાઓ આપશે માર્ગદર્શન
સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે જીવન જીવવાની કળા શીખવા માટેની માર્ગદર્શન અપાશે. TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ
સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે જીવન જીવવાની કળા શીખવા માટેની માર્ગદર્શન અપાશે. TedX કોન્ફરન્સનું 22મી ડિસેમ્બરે સુરતમાં યોજવામાં આવી છે. પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન યોજાનાર આ કોન્ફરન્સમાં સુરત સહિત દેશભરમાંથી 12 નામાંકિત વક્તાઓ ઉપસ્થિત રહેશે.
સૌરભ પચેરીવાલે કહ્યું કે, આ કોન્ફરન્સ કોઈ વ્યવસાય, ખરીદી કે ટ્રાન્ઝેક્શન આઈડિયા માટે નથી, પરંતુ જીવનને સરળ અને આનંદમય કેવી રીતે બનાવી શકાય તે માટે આયોજિત કરવામાં આવી છે. આ માટે આવા વક્તાઓની પસંદગી કરવામાં આવી છે જે યુવાનો સમક્ષ વિવિધ વિચારો રજૂ કરશે. આ કોન્ફરન્સમાં સુરત સહિત દેશના વિવિધ શહેરોમાંથી 12 નિષ્ણાત વક્તાઓ ઉપસ્થિત રહેશે, જેઓ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે.
સમગ્ર કાર્યક્રમમાં ભાષાનું જ્ઞાન અપાશે. મગજના સ્ટ્રોક નિવારણની ટીપ્સ પણ અપાશે. સોશિયલ મીડિયાના મીમ્સની રમૂજ અને આધુનિક વાર્તા કહેવા પર તેની અસર તથા જીવનના રહ્યસ્યો ઉજાગર કરવા પ્રયત્ન કરાશે. સુધરેલા ગુનેગારોને બીજી તક આપવાની શક્તિશાળી સંભાવનાની ચર્ચા તથા અવકાશ સંશોધનના ભાવિની શોધ તથા સ્વચ્છતા અને ગંદાપાણીની સારવારના ક્ષેત્રની સમજ અપાશે. નાના અને મધ્યમ વ્યાપારી સાહસિકોને તાલીમ અને માર્ગદર્શન આપવા પ્રયત્ન કથશે. પ્રોડિજી પર્ફોર્મિંગ, ઇન્ટરનેટ સનસનાટીભર્યા, નૃત્ય દ્વારા અભિવ્યક્તિની શક્તિ અંગે વાત થશે.






