મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA / સિંધરોટ નજીક વકીલ વિઠ્ઠલ પંડિત પર ઘાતકી હુમલો, સારવાર દરમિયાન મોત

આજથી આશરે 6 મહિના પહેલા જામનગરમાં જાણીતા વકીલ હારૂન પાલેજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આવી જ ઘટના વડોદરામાં

VADODARA / સિંધરોટ નજીક વકીલ વિઠ્ઠલ પંડિત પર ઘાતકી હુમલો, સારવાર દરમિયાન મોત

આજથી આશરે 6 મહિના પહેલા જામનગરમાં જાણીતા વકીલ હારૂન પાલેજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આવી જ ઘટના વડોદરામાં બની છે. વડોદરામાં સિંધરોટ નજીક વકીલ વિઠ્ઠલ પંડિત પર ઘાતકી હુમલો થયો હતો, જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. 

સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું

ઘટના અંગે માહિતી આપતા સાથી વકીલ વિપુલ પરમારે કહ્યું કે ગઈકાલે 31 ઓગષ્ટે રાત્રે અજાણ્યા શખ્સોએ વકીલ  વિઠ્ઠલ પંડિતને જીવલેણ માર મારી મૂકીને જતા રહ્યા હતા. આ અંગે જાણ થતા તેમને SSG સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયું છે. 

પોલીસે કરી શકમંદની પૂછપરછ 

વડોદરા તાલુકા પોલીસે વકીલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે વકીલ વિઠ્ઠલ પંડિતના અસીલ તેમજ શકમંદ નરેશ રાવલ નામના વ્યક્તિની પૂછપરછ કરી છે. 

મૃતક વકીલનો વીડિયો વાયરલ થયો હતો 

મૃતક વકીલ વિઠ્ઠલ પંડિત વડોદરામાં પોતાના પરિવારથી અલગ રહેતા હતા. અગાઉ મૃતક વકીલનો બીભત્સ ચેનચાળા કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસે તેમની પૂછપરછ પણ કરી હતી અને આ મામલે જે તેસમયે વકીલ આલમમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

આ સમાચાર શેર કરો