મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગના આહવા ઘાટમાં ભૂસ્ખલન, રસ્તા પર પથ્થરો-માટી ધસી આવ્યા

ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદને કારણે આહવા ઘાટ માર્ગ પર ઉત્તરાખંડ જેવો માહોલ જોવા મળ્ય

તસવીર: gstv

ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદને કારણે આહવા ઘાટ માર્ગ પર ઉત્તરાખંડ જેવો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી માટી અને પથ્થરો ધસી આવતા ઘાટ માર્ગ પર કાટમાળ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ડાંગ ફરવા આવતા પ્રવાસીઓને તંત્ર દ્વારા સાવચેત રહેવા અને રસ્તા પર જોખમી સ્થળોએ વાહન પાર્ક ન કરવા સૂચના આપવામાં આવી છે

આ સમાચાર શેર કરો