મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવભૂમિ દ્વારકામાં રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી આચર્યું જમીન કૌભાંડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તાજેતરમાં જ મસ મોટું જમીન કૌભાંડ ઝડપાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં

દેવભૂમિ દ્વારકામાં રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી આચર્યું જમીન કૌભાંડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તાજેતરમાં જ મસ મોટું જમીન કૌભાંડ ઝડપાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલી ધાર્મિક જગ્યા પર કેટલાક વિધર્મીઓએ જમીન કોંભાડ આચર્યું હતું. દ્વારકાના નાકા વિસ્તારમાં આવેલા સંતોષી માતાના મંદિરની જગ્યાના ખોટા રાજાશાહી વખતના દસ્તાવેજો બનાવી જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સાયબર ઠગોનું ગઢ બન્યું ગુજરાત, ડિજિટલ અરેસ્ટના વધુ 2 કિસ્સા સામે આવ્યા

સંતોષી માતા મંદિરના મહંત દ્વારા જમીન ઉચાપતના સમગ્ર બાબતે વિડ્યો રેકોર્ડ કરી વાઇરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હિન્દુ સંગઠનો કૌભાંડનો ભાંડો ફોડવા મેદાને આવ્યા હતા. તેમજ ઘટનાને અનુક્રમે ખંભાળિયા પોલીસે કૌભાંડ આચરનાર 3 લોકોની ધરપકડ કરી છે. જેમાં કૌભાંડ આચરનાર હનીફ ખફી, ગફાર ખફી, અબાસ ખીરા નામના 3 વિધર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ પોલીસને આ મામલે હજુ અનેક લોકો બેક ગ્રાઉન્ડમાં હોવાની આશંકા છે. હિન્દુ સંગઠનો દ્વારા તમામ લોકોને સખત સખતમાં સજા આપવા માંગ કરવામાં આવી.

આ સમાચાર શેર કરો