VIDEO: સુરતમાં પેટ્રોલપંપ પર થઈ લાખોની ચોરી, કાપોદ્રા પોલીસે પંપના કર્મચારીની કરી ધરપકડ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલપંપ પર ચોરીની ઘટના સામે આવી છે. પેટ્રોલપંપના
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલપંપ પર ચોરીની ઘટના સામે આવી છે. પેટ્રોલપંપના કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ચોરીને અપાયો અંજામ. કર્મચારી દ્વારા 7 લાખની રોકડ રકમ લઈને થયો ફરાર. પેટ્રોલપંપ મેનેજર દ્વરા હિસાબ મેળવતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે મામલે પેટ્રોલપંપના મેનેજર દ્વારા કાપોદ્રા પોલીસમથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપ સિંઘની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી.




