મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: રસગુલ્લા અને અથાણાં નીચે છુપાવ્યો હતો લાખોનો ગાંજો, પોલીસે સ્ટીલનો ડબ્બો ખોલ્યો અને....

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-6 પર આવતા રેલવે પોલીસનો સ્ટાફ વોચમ

વડોદરા: રસગુલ્લા અને અથાણાં નીચે છુપાવ્યો હતો લાખોનો ગાંજો, પોલીસે સ્ટીલનો ડબ્બો ખોલ્યો અને....

પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-6 પર આવતા રેલવે પોલીસનો સ્ટાફ વોચમાં હતો. દરમિયાન ટ્રેનના એન્જિનથી પ્રથમ જનરલ કોચમાં તપાસ કરતાં પાછળના બંને શૌચાલયની વચ્ચે એક નેવી બ્લ્યૂ કલરનો કાપડનો થેલો પડેલો જણાયો હતો. આ થેલામાં શું છે તેની તપાસ માટે ડોગને સુંઘાડતા ડોગે અંદર માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો.

સ્ટીલના બે ડબ્બા મળ્યા હતાં

 આ થેલા અંગે પોલીસે કોચમાં હાજર મુસાફરોની પૂછપરછ કરતાં કોઇએ પોતાનો થેલો નહી હોવાનું જણાવ્યું હતું.  બાદમાં પોલીસે થેલો ખોલી તપાસ કરતાં અંદરથી ગ્રીન કલરની સાડી, સ્ટીલના બે ડબ્બા મળ્યા હતાં. એક ડબ્બામાં અથાણુ અને તેની નીચે સેલોટેપ લગાડેલ પેકેટ તેમજ બીજા ડબ્બામાં રસગુલ્લા અને તેની નીચે સેલોટેપ લગાડેલ પેકેટ મળ્યું હતું

લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો

પોલીસે કુલ રૂ.52400નો ગાંજો તેમજ અન્ય મત્તા મળી કુલ રૂ.52900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોઇ શખ્સ પોલીસને જોઇ ગાંજાનો થેલો બિનવારસી ટ્રેનમાં છોડીને ફરાર થઇ ગયો હોવાનું જણાતા વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો