VIDEO: કચ્છમાંથી રૂપિયા 60 લાખનું અનાજ ચોરી ફરાર થયેલો આરોપી રાજસ્થાનથી ઝડપાયો
VIDEO: કચ્છ જિલ્લાના મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં કન્ટેનરોમાંથી મોટી માત્રામાં અનાજની ચોરી કરી લાખો રૂપિયાની ઠગાઈ આચરતી ટોળકીના યોગેન્દ્રસિંહ હેમસિંઘ ઉદાવતને બાતમીના આધારે રાજસ્થાનના ટીબાણા ગામથી પશ્ચિમ કચ્છ મુન્દ્રા પોલીસના આલા રબારી અને પૃથ્વીરાજ ગઢવીએ ઝડપી પાડ્યો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આરોપીએ કન્ટેનરમાંથી ઈસબગુલ, તલ અને મગફળી સહિત અનાજના 60 લાખના મોટા જથ્થાની ચોરી કરી હતી.
અનાજ ચોર ટોળકીના આરોપીઓ ગાંધીધામ ખાતે રહી ડ્રાઈવરોની ગેંગ બનાવી ટ્રકમાં ભરેલ માલ સામાનમાંથી ચોરી કરતા હતા. ટ્રકોમાં કિંમતી માલસામાન ભરેલો હોય ત્યારે માલ સામાનની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે અને પોતાના ગામની આજુબાજુના તેમજ મોટા ભાગના રાજસ્થાનના ડ્રાઇવરોની ટીમ બનાવી ગુનાને અંજામ આપે છે. આરોપી કન્ટેનરમાં નુકસાન ન પહોંચ તેવી રીતે સીલ ખોલવામા માસ્ટરી ધરાવે છે કયાં કેન્ટેનરમાંથી માલ ચોરવો કઈ જગ્યાએ ચોરતા ક્યાં આપવો વિગેરે બાબતો આ આરોપી નક્કી કરતો હતો અને પોતે ફોન વાપરતો ન હતો અને ગુનાઓ દાખલ થયા બાદ ગાંધીધામ છોડી દેતો હતો. તે બાદ મુન્દ્રા પોલીસ દ્વારા આરોપીનવા રાજસ્થાન ઝડપી પાડવામાં આવ્યો છે.

