Video: કચ્છના હાજીપીર રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણનાં મોત

કચ્છના હાજીપીર રોડ પર આવેલા ઢોરા ગામ નજીક આજે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂરઝડપે જઈ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી તથા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત















