Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Mundra police arrested a man with more than 30 lakhs worth of drugs

કચ્છ: મુન્દ્રા પોલીસે 30 લાખથી વધુ ડ્રગ્સ સાથે શખ્સને દબોચ્યો, મોટા પ્રમાણમાં મળ્યો જથ્થો

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કચ્છ: મુન્દ્રા પોલીસે 30 લાખથી વધુ ડ્રગ્સ સાથે શખ્સને દબોચ્યો, મોટા પ્રમાણમાં મળ્યો જથ્થો

રાજ્યમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના મુન્દ્રામાં પોલીસે કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે મુન્દ્રમાંથી કોકેઈનના જથ્થા સાથે પોલીસે એક શખ્સને દબોચ્યો છે. આ શખ્સ પાસેથી 32.47 ગ્રામનું 32 લાખથી વધુનું પ્રતિબંધિ ડ્રગ્સ મળી આવ્યું હતું.

App Store

પોલીસે બાતમી મુજબ પાડ્યા દરોડા

પોલીસને બાતમી મળી હતી તે મુજબ દરોડા પાડ્યા હતા. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખની ધરપકડ

પોલીસે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ શખ્સ કોને વેચવા માટે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવ્યો હતો.