VIDEO:કચ્છ ફરી ધ્રૂજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
સોર્સ : GSTV
કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨:૩૯ વાગ્યે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં આ ધરતીકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૨ ની નોંધાઈ છે.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ મુજબ, આ આંચકાનું મુખ્ય કેન્દ્રબિંદુ ભચાઉથી માત્ર ૧૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે, આ હળવા આંચકાના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વારંવાર ધ્રુજતી ધરાને લીધે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

