Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Kutch Rain Alert: Rain showers in border areas, cold winds coming from Pakistan increase concerns VIDEO

Kutch Rain Alert: સરહદી વિસ્તારોમાં વરસાદી ઝાપટા, પાકિસ્તાનથી આવતા ઠંડા પવનોએ વધારી ચિંતા VIDEO

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Kutch Rain Alert: ગુજરાતમાં ઠંડીના કાતિલ રાઉન્ડની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. પડોશી દેશ પાકિસ્તાન ઉપર સર્જાયેલ 'કોલ્ડ ફ્રન્ટ'ની અસર કચ્છ તરફ વળતા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના સરહદી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા સર્વત્ર ભીનાશ અને ઠંડક પ્રસરી ગઈ છે.

App Store

કોલ્ડ ફ્રન્ટની અસર
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન પરથી આવતા ઠંડા અને ભેજવાળા પવનો (Cold Front) કચ્છમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. આ કમોસમી માવઠાને પગલે કચ્છના મુખ્ય પાક એરંડા (Castor)ને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળવાને કારણે ખેડૂતોની આર્થિક ચિંતામાં વધારો થયો છે.

તંત્ર એલર્ટ મોડ પર
હવામાન વિભાગે અગાઉથી જ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર કર્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની હજુ પણ શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રહેલો માલ સુરક્ષિત રાખવા અને ખુલ્લામાં રહેલો ઘાસચારો ઢાંકવા સૂચના આપવામાં આવી છે