Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Indian LPG ship from Middle East arrives at Kutch port

VIDEO: મિડલ ઈસ્ટમાંથી LPG Gas ભરેલું ભારતીય જહાજ કચ્છના બંદરે પહોંચ્યું 

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : ANI

VIDEO: ભારતીય નૌકાદળે ફરી એકવાર દરિયાઈ સીમા પર પોતાની તાકાત અને સતર્કતાનો પરિચય આપ્યો છે. મિડલ ઈસ્ટમાંથી એલપીજી (LPG) ગૅસ ભરીને ભારત આવી રહેલા વિશાળ જહાજોને ભારતીય નૌકાદળ દ્વારા સફળતાપૂર્વક કચ્છના પોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ગલ્ફ ઓફ ઓમાનમાં ચાલી રહેલા સંઘર્ષો અને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ દ્વારા 'ઓપરેશન એસ્કોર્ટ' હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 3 શક્તિશાળી યુદ્ધ જહાજોની સુરક્ષામાં આ ગેસ જહાજો સુરક્ષિત રીતે ગુજરાતના કાંઠે પહોંચ્યા છે.

App Store

યુદ્ધના ધોરણે તૈયારીઓ અને જથ્થો
આ મિશન હેઠળ 'શિવાલિક' અને 'નંદાદેવી' નામના બે વિશાળ જહાજો મારફતે કુલ 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ ભારત લાવવામાં આવી રહ્યો છે. જે પૈકી 'શિવાલિક' જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે. મુન્દ્રા પોર્ટ પર આશરે 20 હજાર મેટ્રિક ટન જેટલો ગૅસનો જથ્થો ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ બાકીનો જથ્થો લઈને આ જહાજ મેંગલોર રવાના થશે. જ્યારે બીજું જહાજ 'નંદા દેવી' આવતીકાલે ગુજરાતના અન્ય બંદર પર લાંગરશે.

એલપીજીની અછતનો આવશે અંત
દેશમાં હાલમાં રાંધણ ગૅસની વધતી જતી માંગ અને સંભવિત અછતને પહોંચી વળવા માટે આ કાર્ગો અત્યંત નિર્ણાયક સાબિત થશે. કચ્છના બંદરો પર આ વિશાળ જથ્થો ખાલી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે. અત્યાધુનિક ટેક્નોલૉજી અને સુરક્ષા સાધનોથી સજ્જ આ બંદરો પર ગેસ અનલોડિંગની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

નૌકાદળની સુરક્ષા કવચ
ગલ્ફ ઓફ ઓમાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય જહાજો પર કોઈ હુમલો ન થાય તે માટે ભારતીય નૌકાદળના 3 યુદ્ધ જહાજોએ સતત એસ્કોર્ટ (સુરક્ષા) પ્રદાન કરી હતી. આ સફળતાએ સાબિત કર્યું છે કે ભારત તેની ઊર્જા જરૂરિયાતો અને દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.