મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: રાપરના ભીમાસરની વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો, ચોથા દિવસે મળી સ્યૂસાઈડ નોટ

કચ્છના રાપરના ભીમાસર ગામે ધોરણ 10ની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં સ્યૂસાઈડ નોટ મળતા મોટો ખુલાસો થયો છે.

કચ્છ: રાપરના ભીમાસરની વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો, ચોથા દિવસે મળી સ્યૂસાઈડ નોટ

કચ્છના રાપરના ભીમાસર ગામે ધોરણ 10ની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં સ્યૂસાઈડ નોટ મળતા મોટો ખુલાસો થયો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્યુસાઈડ નોટમાં શાળાની મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય તેને વારંવાર મહેણાં મારતી હોવાનો ઉલ્લેખ છે.તેના ત્રાસથી તે આ પગલું ભર્યું  હોવાનો ઉલ્લેખ કરાયો છે.

પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા

વિદ્યાર્થિનીના આપઘાતના ચોથા દિવસે સ્યૂસાઈડ નોટ મળતા પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા તેમજ સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો: બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 27 ફેબ્રુઆરીથી SSC અને HSCની પરીક્ષા

મૃતદેહને ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મોકલી આપ્યો

પોલીસે દફનાવી દીધેલા મૃતદેહને બહાર કાઢીને  ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મોકલી આપ્યો છે..તેમજ આચાર્ય સામે ગુનો નોંધ્યો હતો.

આ સમાચાર શેર કરો