મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: નખત્રાણા-ભુજ હાઈવે પર કારની વૃક્ષ સાથે ટક્કર, બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત

ગુજરાતમાં ફરીથી માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં માર્ગ અકસ્મા

Kutch news: નખત્રાણા-ભુજ હાઈવે પર કારની વૃક્ષ સાથે ટક્કર, બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત

ગુજરાતમાં ફરીથી માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. નખત્રાણા-ભુજ માર્ગમાં અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. દેશલપર વાંઢાય-માજીરાઇ વચ્ચે દાદા-દાદી વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો.  

નિયંત્રણ ગુમાવ્યું અને વૃક્ષ સાથે ટક્કર 

કાર ચાલકે અચાનક જ નિયંત્રણ ગુમાવ્યું અને વૃક્ષ સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ખુડદો બોલાઈ ગયો હતો. કારમાં સવાર 2 વ્યકિતનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. દુર્ઘટના સર્જાતા સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને પોલસ અને 108ને જાણ કરી હતી. જોકે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો