મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો મામલો, નિમણૂક પામેલા ત્રણ કર્મીઓ કરાયા ફરજમુક્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો મામ

Ahmedabad news: કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો મામલો, નિમણૂક પામેલા ત્રણ કર્મીઓ કરાયા ફરજમુક્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો મામલો સામે આવ્યો છે. કોઈ જાહેરાત કે પરીક્ષા વગર ડાયાલિસિસ ટેક્નિશિયન સહિત અનેક પદો પર સીધી નિમણૂકો કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. 11 એપ્રિલ 2023ના રોજ અજયસિંહ વિહોલ, ગણેશકુમાર પટેલ અને મફતસિંહ પરમારની વગર પરીક્ષાએ નિમણૂક કરવામાં આવી છે. ત્રણ વર્ષ જૂની આ ભરતીમાં નિયમ વિરુદ્ધ 25 લાખ રૂપિયાની રકમ પણ ચૂકવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અઢી વર્ષ બાદ ભાંડો ફૂટતાં ત્રણ કર્મચારીઓને ફરજમુક્ત કરાયા છે. વિવાદ વકરતાં તપાસની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો