Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : wall collapsed in Raniya of kheda

ખેડા: રાણીયામાં કાચા મકાનની દિવાલ ધરાશાઈ થતા દંપતી દટાયા, મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2024
લાઇવ ટીવીGoogle News
ખેડા: રાણીયામાં કાચા મકાનની દિવાલ ધરાશાઈ થતા દંપતી દટાયા, મહિલાનું મોત

એક તરફ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે. બીજી બાજુ ઠાસરાના રાણીયા ગામમાં એક મકાનની દિવાલ ધરાશાઈ થતા દંપતી કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. 

App Store

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા રાણીયા ગામના ખાખરિયા સીમ વિસ્તારમાં કાચા મકાનની એકાએક દિવાલ ધરાશાઈ થઈ હતી. આ દુર્ઘટનામાં ઘરમાં સૂઈ રહેલા દપંતી કાટમાળમાં દટાઈ ગયા હતા.  દપંતીને બહાર કાઢી  ૧૦૮ મારફતે સારવાર માટે ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. 

મૃતક મહિલાનું નામ

અમરબેન મફતભાઈ પઢીયાર (વર્ષ- ૪૯ )