Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Video: Shedhi River old bridge closed for the third time in 18 days,

Video : શેઢી નદી જૂનો બ્રીજ 18- દિવસમાં ત્રીજી વખત બંધ કરાયો, ડાકોર- ઉમરેઠ ફ્લાય ઓવર પર ભારે ટ્રાફિક 

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં નદી ગાંડીતૂર બની છે, જેના કારણે ડાકોર-ઉમરેઠ જૂનો બ્રિજ છેલ્લા 18 દિવસમાં ત્રીજી વખત બંધ કરવામાં આવ્યો છે. આ ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે ભવન્સ કોલેજ સહિત આજુબાજુના ખેતરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. પરિણામે, શેઢી નદીનો જૂનો બ્રિજ બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે.

App Store

આ બંધ થતાં ડાકોર-ઉમરેઠ ફ્લાયઓવર બ્રિજ એકમાત્ર વિકલ્પ બન્યો છે, જ્યાં હેવી વાહનો, સરકારી બસો, નાનાં ચાર-ચકરી વાહનો અને દ્વિ-ચક્રી વાહનો એકસાથે પસાર થઈ રહ્યા છે. આ ફ્લાયઓવર પર છેલ્લા 15 દિવસથી અસંખ્ય મોતના ખાડા પડી ગયા છે, આ ખાડામાં વાહનો પડવાથી મોતના મુખમાં જવાની શક્યતા છે.

માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા પર સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનો અને વાહનચાલકોનું કહેવું છે કે વિભાગની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે, અને આવી દુર્દશા ચાલુ રહે તો મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે?

 

ટોપિક્સ:khedakheda newssidhi rivergstv