Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Laborers on the verge of death: Water tank being built without safety in Ganganagar, Dakor, allegation of using cut rods

VIDEO: મોતના મુખમાં મજૂરો: ડાકોરના ગંગાનગરમાં સેફટી વગર બની રહી છે પાણીની ટાંકી, કટાયેલા સળિયાના ઉપયોગનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિકાસની ગતિ તેજ બની છે, પરંતુ તેની સાથે ભ્રષ્ટાચારની રફ્તાર પણ વધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડાકોર નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં લાખો-કરોડો રૂપિયાનું ઇંધણ કરવામાં આવતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ભાજપના જ શહેર પ્રમુખ અને સંગઠન દ્વારા પાલિકાના કામો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.

App Store

40 લાખનો આઈકોનિક રોડ વિવાદમાં
મંગલ સેવાધામથી કુમાર શાળા સુધીના અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે બનેલા 'આઈકોનિક રોડ'માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. સંગઠન દ્વારા આ બાબતે તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે લાખોના ખર્ચે બનેલો આ રોડ અત્યારથી જ કેમ બિસ્માર હાલતમાં દેખાઈ રહ્યો છે?

ગંગાનગરમાં જીવના જોખમે નિર્માણ
બીજી તરફ ડાકોરના ગંગાનગર વિસ્તારમાં બની રહેલી પાણીની ટાંકીના કામમાં પણ અનેક વિસંગતતાઓ જોવા મળી છે. અહીં કામ કરતા મજૂરો કોઈ પણ જાતના સેફટી સાધનો વગર અધધ ઊંચાઈ પર કામ કરી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના ઘટે અને મજૂર નીચે પટકાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થળ પર હાજર રહેવાના બદલે નગરપાલિકાના ઈજનેર ગેરહાજર જણાયા હતા.

હલ્કી કક્ષાની સામગ્રી અને કટાયેલા સળિયા
સ્થાનિકો અને સંગઠનના આક્ષેપ મુજબ, ટાંકીના નિર્માણમાં અત્યંત નિમ્ન કક્ષાની રેતી અને કટાયેલા સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગંગાનગર એક મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે, જો ભવિષ્યમાં નબળા બાંધકામને કારણે આ ટાંકી તૂટે તો સેંકડો નાગરિકોના જીવ જોખમાઈ શકે તેમ છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.