Kheda news: માતરના ભલાડા ગામે કિશોરના મોતને લઈ ધારાસભ્ય પર લોકોએ રોષ ઠાલવ્યો

Kheda news: ખેડા જિલ્લામાં આવેલા માતર તાલુકાના ભલાડા ગામે છેલ્લા ત્રણ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. જેને લઈ માતરના ધારાસભ્ય પર સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. મૃતક યુવકના પરિવારજનોએ પોતાનો દીકરો ગુમ થયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ધારાસભ્યએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડાના ખોબા જેવડા ગામ એવા ભલાડા ગામમાંથી ત્રણ-ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકની કોઈ ભાળ ન મળતા ચિંતાતુર પરિવારજનોએ શોધખોળ બાદ આખરે પોલીસ સ્ટેશનમાં યુવકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ દરમ્યાન ધારાસભ્યનો સંપર્ક સાધ્યો પરંતુ આખરે એક અવાવરું કૂવામાંથી યુવકની લાશ મળી આવતા પરિવારજનો અને સ્થાનિકો માતરના ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરી હંગામો મચાવ્યો હતો. ખુદ ધારાસભ્યના પોતાના ગામમાં જ ગ્રામજનોએ રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આખું ભલાડા ગામ એકઠું થઈને ધારાસભ્યને ઘેરી વળી રોષ ઠાલવ્યો હતો. આટલું ઓછું હોય તેમ ગામમાં લગાવવામાં આવેલા કેમેરા પણ બંધ હાલતમાં હોવાથી લોકો દ્વારા હલ્લાબોલ કરાયો હતો.

