Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : mob of 50 people who came on pretext of buying cake fatally attacked youth

VIDEO: Kheda / કેક લેવાના બહાને આવેલા 50 શખ્સોના ટોળાએ યુવક પર કર્યો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડાના નડિયાદમાં ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર હિંસક ઘટના સામે આવી છે. નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલી એક કેક શોપના માલિક જૈમિન શ્રીમાળી પર અંદાજે 50 જેટલા શખ્સોના ટોળાએ અચાનક હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર યુવકે બજરંગ દળ અને હિન્દુ સમાજના અગ્રણીઓની મદદ લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

App Store

મળતી વિગતો અનુસાર, રાત્રે 11:00 વાગ્યે જ્યારે જૈમિન શ્રીમાળી પોતાની કેક શોપ પર હાજર હતા, ત્યારે 50 લોકોનું એક મોટું ટોળું કેક લેવાના બહાને દુકાન પર ધસી આવ્યું હતું. કોઈ પણ કારણ વગર ટોળાએ જૈમિન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં મામલો હિંસક બન્યો હતો.

હુમલાખોરોએ જૈમિન શ્રીમાળીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને"તમને અહીં રહેવા નહીં દઈએ, કાપી નાખીશું"  એવુ પણ કહ્યું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે પોલીસ માટે મોટો પુરાવો સાબિત થશે. જૈમિન શ્રીમાળીએ સમગ્ર મામલે હિન્દુ સમાજ તેમજ બજરંગ દળની મદદ લઈ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.