Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda news: Dumper hits JCB in Kapadvanj, 3 workers crushed

Kheda news: કપડવંજમાં ડમ્પરે JCBને ટક્કર મારી, 3 શ્રમિકો કચડાયા, બેના મોત

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Kheda news: કપડવંજમાં ડમ્પરે JCBને ટક્કર મારી, 3 શ્રમિકો કચડાયા, બેના મોત
સોર્સ : gstv

 ખેડાના કપડવંજમાં અકસ્માતમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. શ્રમિકો ફૂટપાથ પર સૂતા હતા ત્યારે એક ડમ્પર દ્વારા તેને ટક્કર બાદ જેસીબી ત્રણ શ્રમિકો પર ફરી વળ્યું હતું. અકસ્માત બાદ બંને શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેની હાલ સારવાર ચાલી રહી છે. બંને વાહનોના ડ્રાઇવર હાલ ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

App Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ખેડાના કપડવંજમાં અમૂલ ચીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યાં ફૂટપાથ પર ત્રણ જેટલા શ્રમિકો સૂતા હતા. આ દરમિયાન એક જેસીબી ત્યાં ઊભું હતું. એકાએક પાછળથી એક ડમ્પર આવ્યું અને જેસીબીને ટક્કર મારી, જેના કારણે જેસીબી ફૂટપાથ પર ફરી વળ્યું હતું. જેસીબીના કારણે ફૂટપાથ પર સૂતેલા ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માત બાદ ડમ્પર અને જેસીબી વાહનના ડ્રાઇવરો પોતાના વાહનો ત્યાં જો છોડીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે. હાલ, પોલીસ વાહનોના નંબરના આધારે વાહન ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે.