VIDEO: નડિયાદમાં મેઘરાજાની એન્ટ્રી મનપાના પોકળ દાવા પાણીમાં હોસ્પિટલ વિસ્તારમાં ભરાયા ઢીંચણસમા પાણી
સોર્સ : gstv
નડિયાદમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે શહેરના વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. ખેડા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હોવા છતાં, નડિયાદ મનપાની પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી જ પાણી ભરાઈ રહ્યા છે. ખાસ કરીને દેસાઈ વગો જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં અનેક હોસ્પિટલો આવેલી છે, ત્યાં ઢીંચણસમા પાણી ભરાતા દર્દીઓ અને નાના બાળકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લોકો પોતાના બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે પાણીમાં ડહોળીને જવા મજબૂર બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર બે દિવસ પહેલા જ મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નડિયાદમાં પાણી નહીં ભરાતા હોવાનો દાવો કર્યો હતો, જે આજના વરસાદે ખોટો સાબિત કરી દીધો છે.

