Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Illegal gas refilling scam exposed near Collector's office and BJP office

VIDEO: Kheda / કલેક્ટર કચેરી અને ભાજપ કાર્યાલય પાસે જ ધમધમતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હાલ રાંધણ ગેસની તીવ્ર અછત અને લાંબી કતારો વચ્ચે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. નડિયાદમાં અલ્પેશ લાઇનિંગ વર્ક્સ ફાટક પાસે તેમજ જિલ્લા કલેક્ટર કચેરી અને ભાજપ કાર્યાલય કમલમથી નજીક મોટા પાયે ગેરકાયદે ગેસ રિફિલિંગનું રેકેટ ધમધમી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

App Store

GSTV ની ટીમે જ્યારે અલ્પેશ લાઇનિંગ વર્ક્સ પર ઓચિંતી તપાસ કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને અધિકારીઓના દાવા પોકળ સાબિત થયા હતા. સ્થળ પરથી આશરે 20 જેટલા ગેસના સિલિન્ડર અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરવા માટેના મશીનો મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલું મોટું કૌભાંડ સરકારી તંત્ર અને વહીવટી મથકોની બિલકુલ નજીક ચાલી રહ્યું હોવા છતાં જવાબદાર વિભાગ ઊંઘતું ઝડપાયું છે.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે જે વિસ્તારમાં કલેક્ટર કચેરી હોય અને સતત અધિકારીઓની અવરજવર રહેતી હોય, ત્યાં આ રિફિલિંગ કામ તંત્રની રહેમનજર વગર શક્ય નથી. શું આ કૌભાંડ પાછળ અધિકારીઓના છુપા આશીર્વાદ છે કે પછી કોઈ મોટો આર્થિક વહીવટ? તે પ્રશ્ન હવે જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નડિયાદની HP ગેસ એજન્સી પાસે અંદાજે 14,000 ગ્રાહકો નોંધાયેલા છે, પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે તેમાંથી એક્ટિવ ગ્રાહકો માત્ર 7,200 જ છે. આ વિસંગતતા પણ અનેક સવાલો ઉભા કરે છે. ગ્રાહકોએ ગેસ નોંધાવ્યો હોવા છતાં તેમને હોમ ડિલિવરી મળતી નથી, જેના કારણે લોકોએ પોતાના બાઈક કે અન્ય દ્વિચક્રી વાહનો પર જોખમી રીતે ગેસના બાટલા લઈ જવા માટે ગોડાઉન સુધી ધક્કા ખાવા પડે છે.