VIDEO: આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ગાયબ, ગ્રામજનોમાં રોષ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભુંગળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો છે. ગત વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યા બાદ શરૂ થયેલા કેન્દ્રમાં હાલમાં માત્ર પટાવાળા જ હાજર હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેક્નિશિયન હાજર ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે. ચોમાસામાં દર્દીઓની સંખ્યા વધવા છતાં આરોગ્ય સેવાઓ ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક નિયમિત સ્ટાફની નિમણૂક કરી આરોગ્ય સેવાઓ સુચારૂ કરવાની માંગ ઉઠાવી છે.

