Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Chinese rope terror 2 months before Uttarayan, Nadiad girl's throat slit

Nadiad  news: ઉત્તરાયણના 2 મહિના પહેલા ચાઈનીઝ દોરીનો આતંક, નડિયાદની યુવતીનુ ગળું કપાયું

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Nadiad  news: ઉત્તરાયણના 2 મહિના પહેલા ચાઈનીઝ દોરીનો આતંક, નડિયાદની યુવતીનુ ગળું કપાયું
સોર્સ : GSTV

Nadiad news: ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કૉલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.

App Store

ટુ-વ્હિલર પર જતી યુવતી લોહીલુહાણ
મળતી માહિતી અનુસાર, નડિયાદ શહેરના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની યુવતી ટુ-વ્હીલર પર જઈ રહી હતી ત્યારે તેના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ ગઈ હતી. દોરીના ઘર્ષણથી યુવતીનું ગળું કપાઈ જતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી.

સમયસર સારવાર મળતાં જીવ બચ્યો

આ ઘટના બનતા જ યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મિત્રએ મનીષાને તુરંત જ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. જ્યાં ડૉક્ટરે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેતાં સદ્નસીબે યુવતીનો જીવ બચી ગયો હતો.

પિતાએ કડક કાર્યવાહીની માંગ કરી
મનીષા મારવાડીના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે, પરંતુ સમયસર સારવારથી મોટી દુર્ઘટના ટળી છે. ઈજાગ્રસ્ત યુવતીના પિતાએ તંત્ર સમક્ષ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવાની અને તેનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ થતું હોવાથી નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ પણ નડિયાદની 20 વર્ષીય એક યુવતીનો જીવ ચાઈનીઝ દોરીએ લીધો હતો.