Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : 20-year-old girl commits suicide in her in-laws' home

ખેડા: સાસરીમાં 20 વર્ષીય ગર્ભવતી પરિણીતાએ કરી આત્મહત્યા, હત્યા કે આપઘાત તે અંગે અસમંજસ; પોલીસ તપાસ શરુ

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ખેડા: સાસરીમાં 20 વર્ષીય ગર્ભવતી પરિણીતાએ કરી આત્મહત્યા, હત્યા કે આપઘાત તે અંગે અસમંજસ; પોલીસ તપાસ શરુ

સમગ્ર ગુજરાતમાંથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં ખેડામાંથી એક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ખેડાના વાસણામાં 20 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ખેડા જિલ્લાના વાસણાના બુઝર્ગ ખાતે સાસરીમાં ગળે ફાંસો ખાધો કે હત્યા કરાઈ તે અંગે અસમંજસ સર્જાયું છે. સાસરી પક્ષના લોકો ખેડા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં પરિણીતાને મૃત હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

App Store

ખેડા જિલ્લામાં જ પિયરપક્ષે માતર તાલુકાના માછીયેલ ગામની દીકરી જાનકીબેન અરવિંદભાઈ ચુનારાના પરિવારજનો ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી સાસરી પક્ષવાળા આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી યુવતીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ મામલે હાલ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં FIRની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગર્ભવતી પરિણીતાની હત્યા કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.