KHEDA : ઠાસરા તાલુકાના દિપકપુરા ગામમાં વીજળી પડતા 13 વર્ષીય કિશોરનું મોત, બે ઈજાગ્રસ્ત
Kheda News : હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ

Kheda News : હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે વીજળી પાડવાની ઘટનાઓ પણ ઘટી રહી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દિપકપુરા ગામમાં વીજળી પડી છે, આ ઘટનામાં 13 વર્ષીય કિશોરનું મોત થયું છે.
ઠાસરા તાલુકાના દિપકપુરા ગામમાં આજે બપોરના સમયે ડાંગરના ખેતરમાં ધરુ રોપી રહેલા 3 લોકો પર વીજળી પડી હતી, જેમાં 13 વર્ષીય અજય રાઠોડ નામના કિશોરનું ઘટનાસ્થળે મોત થયું હતું.
જાહેરાત
વીજળી પડવાની આ ઘટનામાં 42 વર્ષીય અરવિંદભાઈ રાઠોડ અને 45 વર્ષીય મહેન્દ્રભાઈ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, જ્યારે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
જાહેરાત







