મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જાણીતા નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડાના પત્ની કેતકીબેનનું કેન્સરની બીમારીના કારણે દુઃખદ નિધન

ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિલાષ ઘ

જાણીતા નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડાના પત્ની કેતકીબેનનું કેન્સરની બીમારીના કારણે દુઃખદ નિધન

ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું કેન્સરની બિમારીને કારણે દુ:ખદ અવસાન થયું છે.

જાણીતા નિર્માંતા દિક્ષીત ઘોડાના ભાભી અને કરન ઘોડા - વિવેક ઘોડાના માતા, અને માહિતી વિભાગના પૂર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બેન કેતકીબેન છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બિમારી સામે લડી રહ્યા હતા. આજે સવારે 8.00 વાગે તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દેહત્યાગ કર્યો છે.

શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવનાર કેતકીબેન સંસ્કૃત વિષયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. આ નવા જમાનાના અનેક વિદ્યાર્થિઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉત્તમ જ્ઞાન આપી સફળ બનાવવામાં તેમણે ખુબ મોટો ભાગ ભજવ્યો હતો.

59 વર્ષની ઉંમરે દેહ છોડનાર કેતકીબેનની પ્રાર્થનાસભા આવતીકાલે ( તારીખ 10 ) સાંજે પાંચ થી સાત દરમ્યાન સિંધુભવન, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો