મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપ વિરૂધ્ધ અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં આવ્યા

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ વિરૂધ્ધ અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં બહાર આવ્યા

ખેડામાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપ વિરૂધ્ધ અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં આવ્યા

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ વિરૂધ્ધ અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં બહાર આવ્યા છે. તાજેતરમાં મહુધા, મહેમદાવાદ, ખેડા, ચકલાસીના 33 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્ડ કરવાવાળા 2027માં તમારી જોડે જ આવવાના છે મારાં અનુભવથી કાર્યકરોને કહું છું કે તેઓ વાજતે ગાજતે ખેસ પહેરાવવા આવી જશે.

આ પણ વાંચો : નડિયાદનાં કથિત લઠ્ઠાકાંડ મામલે ફોરેન્સિકનું પ્રાથમિક અનુમાન, જાણો શં કહ્યું ઘટનાના સાક્ષીએ?

ખેડા જિલ્લા ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે. મેન્ડેટ લાવ્યાનો વાંધો નહિ પણ વિધાનસભામાં એવો ખરડો પસાર કરાવો કે બે વાર ચૂંટાયેલા ઉમેદવારને ફરી વખત તે હોદ્દા માટે ચૂંટણી લડી ના શકે. વિધાનસભા, લોકસભા, તાલુકા પંચાયતના જુદાજુદા નિયમોને બદલે એક જ નિયમ કરી દો. તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારા વહીવટદારો મુક્યા છે. તમામ સમાજના આગેવાનોને નગરપાલિકાની ચૂંટણી પતી જાય પછી એક થઇ આ લોકોના વાડા પાડવાનું કામ આ ટોળકી કરે છે એને બંધ કરાવી દેજો.

આ સમાચાર શેર કરો