કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં રહેશે હાજર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી 23 જુલાઈએ ગુજરાતની

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી 23 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે, જેમાં ખેડૂતો અને પશુપાલકોના હકો અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આ મહાપંચાયતમાં સાબર ડેરી વિરુદ્ધ પોતાના હકો માટે લડતા પશુપાલકોને સમર્થન આપવામાં આવશે.આ ઉપરાંત, 24 જુલાઈએ કેજરીવાલ અને માન ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસભા સંબોધશે, જેમાં તેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા ચૈતર વસાવા પર નોંધાયેલા ખોટા કેસોનો વિરોધ કરશે અને તેમના સમર્થનમાં મોરચો માંડશે.


