VIDEO: કવાંટ: બે બાળકીઓના ડૂબી જવાથી મોત મામલે એજન્સી સામે ફરિયાદ દાખલ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે સર્જાયેલી દુઃખદ ઘટનામાં આ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે સર્જાયેલી દુઃખદ ઘટનામાં આખરે પાણી પુરવઠા એજન્સી સામે ગુનો નોંધાયો છે. ગઈકાલે પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થવાને કારણે ભરાયેલા પાણીમાં બે માસૂમ બાળકીઓ ડૂબી જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.પરિવારજનો અને ગ્રામજનોએ આ મામલે જવાબદાર એજન્સી સામે કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સતત ૨૪ કલાકના વિરોધ બાદ કવાંટ પોલીસે 'જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ' અને તેના એન્જિનિયર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં થોડી રાહત પ્રસરી છે.




