મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSTV કેમ્પસ ખાતે યોજાશે સમર થિયેટર વર્કશોપ, જાણી લો ભાગ લેવાની સંપૂર્ણ પ્રક્રિયા

જી.એસ. ટીવી અને ધ અર્થિંગ ગ્રૂપ દ્વારા કલાસ્મૃતિ, જી. એસ. ટીવી કેમ્પસ ખાતે સમ

GSTV કેમ્પસ ખાતે યોજાશે સમર થિયેટર વર્કશોપ, જાણી લો ભાગ લેવાની સંપૂર્ણ પ્રક્રિયા

જી.એસ. ટીવી અને ધ અર્થિંગ ગ્રૂપ દ્વારા કલાસ્મૃતિ, જી. એસ. ટીવી કેમ્પસ ખાતે સમર થિયેટર સ્કૂલ 5.0 નામના થિયેટર વર્કશોપનું આયોજન તારીખ 1થી 8 જૂન દરમ્યાન સાંજે 6થી 10 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં નાટ્ય ક્ષેત્રના જાણીતા કલાકારો દ્વારા થિયેટર અને વ્યક્તિત્વ વિકાસ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ 8 દિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓને અભિનય, નાટ્ય લેખન, ઓડિશન માટેનું માર્ગદર્શન, વોઈસ મોડ્યુલેશન, નાટ્ય સંગીત, અભિનયના પ્રકારો, નવ રસ જેવા વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવશે. સાથે જ વ્યક્તિત્વ વિકાસની તાલીમ પણ આપવામાં આવશે. વર્કશોપમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વર્કશોપના અંતે દરેક વિદ્યાર્થીને ભાગ લેવા માટે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. વધુ માહિતી માટે અને રજિસ્ટ્રેશન માટે અહીં આપેલ નંબર પર ફોન કરવો 8140773393.

આ સમાચાર શેર કરો