Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Video/ Terrible fire in plastic shed in JUnagadh GIDC: 4 goats feared dead

Video/ JUnagadh GIDCમાં પ્લાસ્ટિકના ડેલામાં ભયંકર આગ: 4 બકરાઓના મોતની આશંકા, 9 ફાયર ટેન્કર હાજર

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના ડેલામાં વહેલી સવારે ભયંકર આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

App Store

બે કલાકની મથામણ, 9 બંબા વડે પાણીનો મારો

એસ. કે. પ્લાસ્ટિક નામના પ્લાસ્ટિકના ડેલામાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં તેણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. આગની જાણ થતા જ ફાયર તંત્ર ધંધે લાગ્યું હતું અને તેને કાબૂમાં લેવા માટે બે કલાકથી વધુ સમય સુધી મથામણ કરી હતી. આગ ઓલવવા માટે નવ જેટલા બંબાઓ (ફાયર ટેન્કરો) વડે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 15 જેટલા ફાયર વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી.

આખરે, અઢીથી ત્રણ કલાકની લાંબી જહેમત બાદ ફાયર વિભાગ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળ રહ્યું હતું. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

4 બકરાઓના મોતની આશંકા, આગનું કારણ અકબંધ

આ ભયંકર આગને કારણે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્લાસ્ટિકના ડેલામાં આગ લાગતા તેની અંદર હાજર ચાર જેટલા બકરાઓનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવારે લાગેલી આ આગ કયા કારણોસર ફાટી નીકળી હતી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી અને તેના કારણ અંગે અનેક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.