Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Mahashivratri 2026: CM Bhupendra Patel reached Bhavnath in a mini bus, had darshan of Bhavnath Dada and took blessings of the saints

VIDEO: મહાશિવરાત્રિ 2026: મિની બસમાં ભવનાથ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ભવનાથ દાદાના દર્શન કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા

Timeછેલ્લું અપડેટ : 15 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મહાશિવરાત્રિના પવિત્ર અવસરે જૂનાગઢના ભવનાથમાં ભક્તિનો માહોલ છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ શિવરાત્રિના પાવન પર્વે પરંપરાગત પૂજા-અર્ચના કરી રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

App Store

સાદગીની ચર્ચા
આ મુલાકાતમાં સૌથી વધુ ધ્યાન મુખ્યમંત્રીની સાદગીએ ખેંચ્યું હતું. સામાન્ય રીતે મુખ્યમંત્રીનો મોટો કાફલો (કોન્વે) સાથે હોય છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ આડંબર વગર, વહીવટી તંત્ર દ્વારા ભાડે રાખવામાં આવેલી સાદી મિની બસમાં બેસીને મંદિર સુધી પહોંચ્યા હતા. તેમની આ સાદગી જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય અને સન્માનની લાગણી જોવા મળી હતી.

સાધુ-સંતોના દર્શન
ભવનાથ મંદિર પરિસરમાં મુખ્યમંત્રીએ અખાડાના સાધુ-સંતો અને મહંતોની મુલાકાત લીધી હતી. ભવનાથના સંતો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમએ સંતો સાથે આશીર્વાદ મેળવીને કુંભ અને મેળાની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી હતી. દર્શન અને મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ત્યાંથી સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે રવાના થયા હતા.