Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Junagadh: Five fishermen caught for going to sea despite ban in Mangrol

VIDEO: જૂનાગઢઃ માંગરોળમાં પ્રતિબંધ છતાં દરિયામાં ગયેલા પાંચ માછીમારો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજબારા બંદરેથી માછીમારી પર સરકારી પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે દરિયામાં ગયેલા 5 માછીમારોને માંગરોળ મરીન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચોમાસાની ઋતુને કારણે માછીમારીની સીઝન સત્તાવાર રીતે બંધ છે અને દરિયામાં જવા પર સખત મનાઈ છે, તેમ છતાં આ માછીમારો નિયમોનું ઉલ્લંઘન કરીને દરિયામાં ઉતર્યા હતા. ગુજરાત રાજ્ય મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરીના પ્રતિબંધક હુકમનો અનાદર કરનાર આ માછીમારો જ્યારે ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ દરિયામાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મરીન પોલીસે વોચ ગોઠવીને તેમને રંગેહાથ પકડી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

App Store