VIDEO : માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામે વરસાદની એન્ટ્રી, બફારાથી લોકોને રાહત
સોર્સ : GSTV
માળીયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામમાં આજે સવારથી વરસાદે એન્ટ્રી કરી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલી રહેલા ભારે બફારા બાદ વરસાદી ઝાપટાં પડતાં લોકોને મોટી રાહત મળી છે. સવારના સમયે વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો અને અમી છાંટણા વરસ્યા હતા. વરસાદ શરૂ થતા જ ગામમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સતત ઉકળાટથી ત્રસ્ત રહેલા સ્થાનિકોને આ વરસાદથી રાહત મળી છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાદળિયું વાતાવરણ યથાવત છે અને આગામી સમયમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

