Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Strong surge in the sea accompanies the dramatic arrival of the monsoon in Mangrol; authorities issue an alert.

VIDEO: માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે દરિયામાં કરંટ, તંત્ર દ્વારા એલર્ટ જાહેર

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાંબેલાધાર વરસાદની ભારે અસર હવે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. આકાશી આફત અને સમુદ્રમાં સર્જાયેલા જોરદાર કરંટને કારણે માંગરોળનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠે ૨૦ થી ૨૫ ફૂટ જેટલા ઊંચા અને વિશાળ મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર અત્યંત ભયજનક બની ગયો છે.સમુદ્રની આ વિકરાળ સ્થિતિને જોતા માંગરોળ બંદર પર તંત્ર દ્વારા તાત્કાલિક ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા અને પોતાની બોટો સુરક્ષિત સ્થળે બાંધી રાખવા કડક સૂચના અપાઈ છે. આ સાથે જ કોઈપણ પ્રકારની દુર્ઘટના નિવારવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર કાંઠા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી નજર રાખી રહ્યું છે. તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા તેમજ અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

App Store