જૂનાગઢઃ રાજુ સોલંકી સહિત ખાડીયા ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કરી કાર્યવાહી, મળ્યું શંકાસ્પદ સાહિત્ય

રાજુ સોલંકી તેમજ અન્ય ચાર જણાને પોલીસે સંગઠિત ગુનાહિત ગેંગ જાહેર કરીને તેમની સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી પાસેથી 116 જેટલું શંકાસ્પદ સાહિત્ય સહિતની વસ્તુઓ કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રોમીશરી નોટ, કોરા ચેક, વેચાણ દસ્તાવેજ, આર.સી. બુક, કોરા સ્ટેમ્પ પેપર, બેક પાસબુક સહિતની વસ્તુ પોલીસે કબ્જે કરી હતી. ખાડીયા ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી છે.
જણાવી દઈએ કે, ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ મોરચો માંડીને જાણીતા થયેલા અને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરવાની ધમકીઓ આપનાર રાજુ સોલંકી અને તેની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસીટોક અંતગર્ત કાર્યવાહી કરી છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ મોરચો માંડીને જાણીતા થયેલા અને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરવાની ધમકીઓ આપનાર રાજુ સોલંકી અને તેની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસીટોક અંતગર્ત કાર્યવાહી કરી છે. રાજુ સોલંકી સહિત ચારને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યા છે. જ્યારે જયેશ સોલંકીનો પોલીસે જેલમાંથી કબજો લઈને તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે ખાડીયા ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી છે. આ ગેંગ વિરુદ્ધ કોઈ માહિતી કે ફરીયાદ હોય તો લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

