VIDEO: માંગરોળના શેરીયાજ બારા ગામે નોળી નદી અને અરબી સમુદ્રનું અદભુત મિલન
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી કુદરતી સૌંદર્યનો એક અદભુત અને અનેરો નજારો સામે આવ્યો છે. માંગરોળ પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ પૂરના ધસમસતા પાણી માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ગામે સીધા અરબી સમુદ્રમાં ભળી રહ્યા છે. નદી અને દરિયાનું આ અનોખું મિલન કુદરતની એક અદ્ભુત આકૃતિ સમાન ભાસી રહ્યું છે.આ રમણીય અને અદ્ભુત નજારાને પોતાની આંખોમાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દરિયાકાંઠે ઉમટી પડ્યા છે. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે. પ્રશાસન દ્વારા લોકોને નદી અને દરિયાકાંઠાના જોખમી સ્થળોથી દૂર રહેવા અને પૂરતા પ્રમાણમાં સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

