Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Kirti Patel cried in the court room, got bail but the problem still persists, know the whole matter

કોર્ટ રૂમમાં રડી પડી કીર્તિ પટેલ, જામીન મળ્યા પણ મુશ્કેલી હજુ યથાવત્, જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
કોર્ટ રૂમમાં રડી પડી કીર્તિ પટેલ, જામીન મળ્યા પણ મુશ્કેલી હજુ યથાવત્, જાણો આખો મામલો
સોર્સ : GSTV

Kirti Patel Bail news: સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 લાખની ખંડણી અને અન્ય ગંભીર આરોપોના કેસમાં કોર્ટે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જોકે, જામીન મળ્યા હોવા છતાં કીર્તિ પટેલની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી.

App Store

કોર્ટ રૂમમાં ભાવુક દ્રશ્યો
આજે જ્યારે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ ભાવુક જોવા મળી હતી અને કોર્ટ રૂમમાં જ રડવા લાગી હતી. બન્ને પક્ષોના વકીલો વચ્ચે કોર્ટમાં લાંબી અને સામસામે દલીલો થઈ હતી. અંતે ન્યાયાધીશે તમામ પાસાઓને ધ્યાને રાખી કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવાનો મહત્વનો ઓર્ડર આપ્યો હતો.

ભવનાથ પોલીસની નોટિસ અને નવી કાર્યવાહી
જામીન મળ્યાની સાથે જ પોલીસે કીર્તિ પટેલ સામે અન્ય ગુનાઓમાં કાર્યવાહી તેજ કરી છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તેને આવતીકાલે તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. કીર્તિ પટેલ સામે હજુ પણ બે અન્ય ગુનાઓમાં પોલીસ કાર્યવાહી તોળાઈ રહી છે, જેમાં પીઆઈની ફરજમાં રૂકાવટ ઉભી કરવી અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગંભીર આરોપ છે.

રૌફ જમાવતી કીર્તિ પટેલ રડી પડી
આ દરમિયાન સોશિયલ મીડિયામાં બેફામ નિવેદનો અને રૌફ જમાવતી કીર્તિ પટેલ ઢીબીઢબ પડી ગઈ હતી. કોર્ટ પરિસરમાં પોલીસની વાનમાંથી બહાર નીકળતા જે તે મીડિયા સમક્ષ આજીજી કરવા લાગી હતી. અને રડતાં રડતાં કહ્યું હતું કે, 'તમે મને એમ ખેંચી ના શકો, મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે, મારા પર લાગેલા આરોપો ખોટા છે, મને ન્યાય મળવો જોઈએ', આ બાદ પોલીસે તેને બોલવાથી અટકાવી દીધી હતી, કોર્ટની અંદર લઈ ગઈ હતી. પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.