VIDEO: Visavadarની બેઠક પર ખરાખરીનો જંગ શરુ, આક્ષેપોનો બચાવ કરતાં કિરીટ પટેલ થયા ભાવુક
Junagadh News: જૂનાગઢમાં વિસાવદરની બેઠક પર ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. એકતરફ આમ આદમી પાર્ટીના ઉમે
Junagadh News: જૂનાગઢમાં વિસાવદરની બેઠક પર ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. એકતરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા મેદાનમાં ઉતરી આવ્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પણ પ્રચાર પંથે નિકળી પડ્યા છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો લાગ્યા હોવાનું સામે આવ્યું હતું પરંતુ કિરીટ પટેલ પોતે પ્રમાણિક હોવાનો દાવો કર્યો હતો.
મંડળીના ભ્રષ્ટાચારમાં પોતે નિર્દોષ હોવાનો બચાવ કર્યો
પ્રચાર દરમિયાન કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે, હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં. આ કહેતા પોતાની આંખમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના બની હતી. મંડળીના ભ્રષ્ટાચારમાં પોતે નિર્દોષ હોવાનો બચાવ કરી રહ્યા છે. મંડળીના કૌભાંડમાં અનેક ખેડૂતોની જમીન પર લાખોના બોજ લાગી ગયા છે. ખેડૂતોએ લોન લીધી ન હોવા છતાં તેમના નામે લાખો રૂપિયા ઉધારાઈ ગયા છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ કિરીટ પટેલ સામે કૌભાંડના આક્ષેપ કર્યા છે. ભેંસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કિરીટ પટેલે જાહેર મંચ પરથી સફાઈ આપવી પડી હતી.







