Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Grand celebration of I Sonal's 102nd birthday at Sonaldham, Madhada

Junagadh: મઢડા સોનલધામમાં આઈ સોનલ માંના 102માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેશોદના મઢડા સોનલધામ ખાતે ‘સોનલ બીજ’ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઈ શ્રી સોનલ માના 102માં જન્મદિવસ નિમિત્તે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં માઈભક્તો સોનલધામના આંગણે ઉમટી પડ્યા હતા.

App Store

ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે માતાજીની ભવ્ય આરતી અને શોભાયાત્રા, યજ્ઞ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો રાત્રિ દરમિયાન ગુજરાતભરના ભજનીક, સંગીતકારો અને સાહિત્ય કલાકરો અને સંતવાણી કાર્યક્રમો યોજાશે. સંતવાણી કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિકો  ઉપસ્થિત રહે તે માટે સ્ટેજ તેમજ વિશાળ સમિયાણું ઉભું કરાયું છે. ત્યારે માઈ ભક્તોએ સોનલમાંના દર્શન કરી ધન્યતા અનુભવી છે.